Hassanali Walji Kanji

From Khoja Wiki
Jump to navigation Jump to search


Hassanali Walji Kanji
HASSANALI WALJI KANJI.jpg
Town of birth
  • Khoja Beraja
Country of birth
  • India
Name of institution of highest education achieved
  • 4 Chopri- Govt Indian School, Khoja Beraji
Place of longest stay
  • Dar es Salaam
Profession or occupation carriedout for the longest period in life
  • Wholesale Distributor, Industrialist,Philanthropist
Where-City or Country
  • Dar es Salaam

Born in Khoja Beraja

Father
Full name Walji Kanji
Brother
Full name Habib Walji Kanji
Walji Kanji Family

– હસ્નલી વાલજી કાન્જી - Gujarati Translation below-Please print and share with your elders

Hassanali Bhai’s life-story illustrates the entrepreneurial journey of some of the Khojas over the past six to seven centuries - from peasant farmers to small traders to manufacturers - except in his case, he has done the transition in one lifespan.

And although he has lived in Tanzania and Canada for long periods, putting his roots and improving his fortune, when it was time to pay back, like a true son, Hassanali Bhai chose to return to his native Kathiawar to provide help and support for the ultra-poor Khoja Ismailis.

India

Hassanali Bhai was born in Khoja Beraja near Jamnagar, where he spent the first 17 years of his life. He went to the local village school only up to 4th chopri (class) Gujarati and like his father and grandfather before him, joined the family’s subsistence farm, where they grew jowhar (millet), rice and other kathors (lentils). They ate what they grew and a daily diet (every single day), he says, consisted of:

Breakfast: maani (wheat flour) flat bread & sweet Indian tea (chai);

Lunch : bajara rotla millet flour flat bread and a lentil saag stew;

Dinner: kitchdi milk-loose lentil-rice mix and chaas (yogurt drink):

Under the intense Indian sun, they baked chehn (cow-dung/grass cooking pellets) to sell in Jamnagar town and used that income to buy necessities like clothes, rations and sometimes treats like ladoos (sweet-balls). Home was a self-built stone-mud house with whitewash chalk walls. Since the farm was irrigated by well-water, starvation always around the corner every time the rains failed and the well dried up. Life was very hard and Hassanali Bhai can be forgiven if he just wanted to forget the past. But despite his long life journey, Hassanali Bhai remembers those days and the Khojas who still suffer those conditions in Kathiawar.

Africa

By 1930’s, some of his uncles had moved to Tanganyika where the Khojas had a settlement for almost a century and where there was a good system of support for new migrants. And so, in 1939, his elder brother made a move and ended up with a small kaduka (shop) in Pugu Masaki near Dar es Salaam. And as soon as he was old enough, at age 17, Hassanali Bhai followed across the vast ocean to work for his brother.

The business was a small piri-piri bezari (rations) shop, where they sold cooking oil, kerosene for oil-lamps, spices, daga (dried fish), potatoes, onions and other produce as well as some basic garments. Hassanali Bhai sat in the shop and first had to learn Swahili, the local language and then how to do veayapar (trade). On weekends, when there was a produce market in town, he learnt quickly how to work in buying syndicates, where the produce was bought by one of the dukawallas (shop-keepers)and then auctioned among them, thus lowering the price to the farmers. Such were the vagaries of colonialism that an Indian peasant learnt to undercut African peasants. And once, he says, he had to stand up with a gun-toting Khoja trader, who wanted to cut out poorer dukawallas from the buying syndicate.

After two years, his brother decided to move to a better opportunity in Mingoyo, near Mtwara and left the store with its merchandise worth shgs. 3,000 to Hassanali Bhai as wages. His brother went on to prosper and then brought his parents and four other siblings to Tanzania.

In the 1950s, Hassanali Bhai also began to do well, partly due to the general world demand for commodities created by the Korean War and he decided to open a shop in African suburb of Kariakoo in the capital city of Dar es Salaam. He later began importing textiles from Germany, Japan, Hong Kong and India working through the factoring agents in town. His wholesale business offered goods on 90 days credit to upcountry traders, who worked through their dalals (brokers) in town. The upcountry buyers (See Zerakhanu Alidina) would sign hundis (bills of exchange) which could be used as security for working credit at the local banks. If not paid in 90 days, he could be liable and end up in bankruptcy. Hassanali Bhai remembers well the many business failures and compromises in Dar es Salaam.

In the 1960's, he expanded into the small garments industry, by teaching himself tailoring and cutting and purchasing ten sewing machines for making shirts and other small garments. Later,ith a few equally enterprising partners, he established “Tangamco” (Tanganyika Garment Co), which made shirts for the local market. He ultimately sold his shares at a loss and another similar venture, KanVir Shirts also proved unsuccessful. With socialism on the horizon, there just was not enough government support for the development of local private enterprise in Tanzania at that time, he says.

All the while, his wholesale business prospered and for the ten years prior to the fateful government nationalization property of 1971, (See Brief History of Khojas in Dar es Salaam,) Hassanali Bhai ran a very successful business enterprise-no small accomplishment for an unlettered peasant farmer from Kathiawar.

Canada

By 1974, many Tanzanian Asians (including the Khojas) started moving to greener pastures in United Kingdom, Canada and Australia and so, at age 44, he also applied for a Canadian visa as a garment cutter in the skilled worker category. He feels he was selected as he had some excellent letters of recommendations from the local embassies having made their staff uniforms etc.

He settled In Calgary, Alberta and immediately made moves to make personal progress. In 1976, after a brief stint as a garment-cutter, he bought a retail t-shirt printing store and despite Alberta’s boom bust oil-driven economy. he successfully operated that business for over 20 years including a profitable run-up to the Calgary Winter Olympics in 1988.

Always the entrepreneur, in conjunction with partners, he later bought and operated one of the largest chicken farm in Canada with over 60,000 birds. The business project was located in North Battleford, Saskatchewan and also included a hotel and shop.


Sewa

It was in his voluntary service, however, that Hassanali Walji Kanji has shown his true colours.

 When he retired from active business in 1990, he only really changed the focus of his amazing drive, as he then started making a major contribution to improve the conditions his Kathiawar homeland.

Initially sending or delivering materials and supervising educational initiatives from Canada, it was in 2000, after a major earthquake, that he paid for and personally supervised the repair of many personal homes, including a Khoja Ismaili Jamatkhana.


In an another major project in 1999, with the help of a donor group from Paris, he helped to purchase a parcel of land, and then built school buildings for the Jubilee Cultural School in Jivapur in the Navgam district near Jamnagar at a cost 3,000,000 rupees!"


This school is presently run by a local organisation called the Kathiawar Trust and provides remedial education and extra-curricular activities for girls and boys. He donates annually to the school, recently sending an additional five computers at a cost of $1,000.


In 2002, Hassanali Bhai and his group of donors provided no-interest no-guarantee loans to the Khoja farmers – he notes that those that paid back the loans went on to becoming wealthier and were able to borrow up to 50,000 rupees for other worthwhile business enterprises whilst those who did not repay the loans failed to progress.

In 2006, the group started a mobile doctor service that ran continuously for six years - the doctor visited patients in the district and provided diagnosis and medicine for a quarter rupee.


In 2000, they helped build a new Jamatkhana community hall in the district. In 2008, they transported and fed over 600 seniors to a festival meal, which is now an annual event funded by his group. Also, in 2007, they sent a container of garments to be distributed in the entire district.

He has spent a lot of his time in Kathiawar-he is a hands-on man and the time and money he spends there has earned him the respect of the people as well as the local administrators, who appreciate his "can-do" spirit.

Doing this kind of community service from Canada has been challenging and very hard on his health. But Hassanali Bhai feels quite sad about the situation of the ultra-poor of Kathiawar and wishes more successful Khojas would help. “It is disgraceful to blame the poor for their conditions and use that as an excuse - we must do what we have to do” he says.

He feels shukar (gratitude) that his good health has allowed him to serve and feels it is the result of his early years of work on his knees at the family farm.

We wish Hassanali Walji Kanji a very long life full of sewa and thank him for not forgetting his own people in Kathiawar.

_________________________________

– હસ્નલી વાલજી કાન્જી -

હસ્નલીભાઈનું જીવન - આ લેખ, છ (૬) સદીઓમાં ખોજાઓની ઇતિહાસિક યાત્રાઓને સમજાવે છે - ખેડુતોથી માંડીને, નાના વેપારીઓથી લઈને ઉદ્યમીઓ સુધીની - પણ તેઓના કિસ્સામાં, તેમણે એક જ જીવનકાળમાં સંક્રમણ કર્યું છે.

તેઓ ટાન્ઝાનિયા અને કેનેડામાં ઘણા સમય રહ્યા છે, જ્યાં તેમણે કુટુંબના પાયા નાખ્યા અને તેમના નસીબ સુધારિયા, તેમ છતાં પણ, જ્યારે સાચા દીકરાની જેમ પૈસા ચૂકવવાનો સમય થયો ત્યારે, હસ્નલીભાઈએ ઉપેક્ષિત અતિ ગરીબ ખોજા ઈસમાઇલીઓને મદદ અને ટેકો પૂરો પાડવા માટે તેમના વતન કાઠિયાવાડ પાછા ફરવાનું પસંદ કર્યું.

હસ્નલીભાઈનો જન્મ જામનગર નજીક ખોજા બેરાજા ગામમાં થયો હતો અને તેમણે તેમના જીવનના પ્રથમ ૧૭ વર્ષ ત્યાં વિતાવ્યા હતા. તેઓ ગામની સ્થાનિક શાળામાં ફક્ત ગુજરાતી ચોથી (૪) ચોપડી સુધી ભણ્યા હતા અને તેના પિતાની અને દાદાની જેમ કૌટુંબિક અરિતત્વ ખેતરમાં જોડાયા જ્યાં તેઓ જુવાર (જાર), બાજરી, ચોખા અને અન્ય કઠોર ઉગાડતા. તેઓએ જે ઉગાડ્યું હોય તે ખાતા હતા, અને તેઓ કહે છે તે લોકોનો દૈનિક (દરરોજનો) આહાર, નીચે પ્રમાણે શામેલ હતો:

સવારનો નાસ્તો (શિરામણ): માની (રોટલી) અને ચા;

બપોરનું ભોજન (હટાણું): જુવાર (જાર), બાજરીના રોટલા અને કઠોળનું શાક (દાળ);

રાત્રિનું ભોજન (વારુ): કીચડી (હોચ પોર્ચ એટલે કે મગની દાળ અને ભાતનું મિશ્રણ) દૂધ અથવા છાશ (દહીંનું પીણું):

તેઓ જામનગર શહેરમાં વેચવા માટે ગાય / ભેંસના છાણ અને ઘાંસના છાણાં થાપીને તીવ્ર ભારતીય સૂર્ય હેઠળ, સુકાવતા હતા અને તેની આવકનો ઉપયોગ કપડાં, પુરવઠો અને ક્યારેક લાડુ જેવી વસ્તુઓની ખરીદી કરતા હતા. ઘર એક સ્વયં-નિર્મિત પથ્થર- માટીનું ઘર હતું જેમાં ચુનાથી રંગેલી સફેદ (ધોળી) દિવાલો હતી. ખેતર કૂવાના પાણીથી પિયત થયેલ હોવાથી ભૂખમરો હંમેશા દૂર ન હતો અને વખતે વરસાદ નિષ્ફળ જતા કૂવા સુકાઈ જતા હતા. જીવન ખૂબ જ મુશ્કેલ હતું અને જો તેઓને ફક્ત તે દિવસોને ભૂલી જવું હોય તો હસ્નલીભાઈને માફ કરી શકાય છે. પરંતુ તેમની લાંબી આયુષ્યની યાત્રા છતાં, હસ્નલીભાઈ તે દિવસો અને તેમના સાથી ખોજાઓને ક્યારેય ભૂલી શક્યા નથી, કે જે લોકો, કાઠિયાવાડમાં હજી પણ તે પરિસ્થિતિઓ ભોગવે છે.

૧૯૩૦ના દાયકા સુધીમાં, તેમના કેટલાક કાકાઓ ટાન્ઝાનિયામાં સ્થળાંતર થઈ ગયા હતા જ્યાં ખોજાઓએ લગભગ એક સદીથી સમાધાન કર્યું હતું અને જ્યાં નવા સ્થળાંતર કરનારા ખોજાઓ માટે મદદ અને ટેકાની સારી વ્યવસ્થા હતી. તેથી ૧૯૩૯માં, તેઓના મોટા ભાઈએ એક પગલું ભર્યું અને દારેસલામ નજીકના પુગુ - મસાકી વિસ્તારમાં એક નાનકડી દુકાન સાથે આ પગલાનો અંત આવ્યો. અને તે પછી, તેઓ ૧૭ વર્ષના થતાં જ, હસ્નલીભાઈએ દરેસાલામમાં તેઓના ભાઈ હેઠળ કામ કરવા માટે વિશાળ ભારતીય સમુદ્ર પાર કર્યો.

આ ધંધો એક નાનો પિલી-પિલી બેઝારી (મરી અને મસાલા) ની દુકાનનો હતો, જ્યાં તેઓ મરી-મસાલા, ડાગા (સ્થાનિક સૂકી માછલી), રાંધણ તેલ, તેલના દીવાઓ/ફાનસો માટે કેરોસીન (ગ્યાસતેલ / ઘાસલેટ), બટાટા-ડુંગળી અને અન્ય ઉત્પાદન તેમજ કેટલાક સાદા વસ્ત્રો વેંચતા હતા. હસ્નલીભાઈ સ્ટોરમાં / દુકાનમાં બેસતા પણ પહેલા તેઓને ટાન્ઝાનિયાની સ્થાનિક ભાષા સ્વાહિલી શીખવી પડી, અને પછી વેપાર કેવી રીતે કરવો તે શીખવાનું હતું. સપ્તાહના અંતે, જ્યારે શહેરમાં / ગામમાં એક પેદાશની બજાર ભરાતી ત્યારે તેઓએ ઝડપથી સંઘમાં/સમૂહમાં (સિન્ડિકેટમાં) ખરીદવાનું કામ કરવાનું શીખ્યા જે પછી એ પેદાશ દુકાનદારો ફરી અંદરો અંદર વેંચતા, અને આમ ઉત્પાદકોના ભાવ ઘટાડતા હતા. વસાહતીવાદની આ અસ્પષ્ટતાઓ હતી જે ભારતીય ખેડૂત આફ્રિકા આવીને આફ્રિકી (આફ્રિકન) ખેડુતોને વશમાં રાખ્યા. અને તેઓ કહે છે એકવાર, તેઓને બંદૂકધારી ખોજા વેપારી સામે ઉભું રહેવું પડ્યું કે, જે, ગરીબ દુકાનદારોને સિન્ડિકેટમાંથી (સંઘમાંથી) ખરીદમાંથી કાપવા માંગતો હતો.

૧ ૧/૨ થી ૨ વર્ષ પછી, તેમના ભાઇએ મટ્ટવારા નજીક, મીંગોયોમાં વધુ સારી તકમાં જવાનું નક્કી કર્યું અને દુકાન તેની વેપારી કિંમત શિલીંગ ૩,૦૦૦ રાખીને, હસ્નલીભાઈને વેતન રૂપે આપી દીધી. તેઓના ભાઈ સમૃદ્ધ બન્યા અને પછી તેમના માતાપિતા અને અન્ય ચાર ભાઈઓ-બહેનોને ટાન્ઝાનિયામાં લાવ્યા.

૧૯૫૦ના દાયકામાં, હસ્નલીભાઈની સમૃદ્ધિ વધી હતી કારણકે કોરિયન યુદ્ધને કારણે વિશ્વની માંગના ભાગરૂપે સામાન્ય બનાવેલી ચીજવસ્તુઓની અછત થઇ. આ કારણે તેઓએ ટાન્ઝાનિયાના રાજધાની શહેર દારેસલામના, કારિયાકુ વિસ્તારમાં એક દુકાન શરુ કરી. તેમણે શહેરના ફેક્ટરિંગ (આડતિઆઓ) / એજન્ટો (દલાલો) દ્વારા, જર્મની, જાપાન, હોંગકોંગ અને ભારતમાંથી કાપડની આયાત કરવાનું શરૂ કર્યું. તેમના જથ્થાબંધ ધંધામાં તેઓ ૯૦ દિવસના પટ્ટે ઉત્કર્ષી (ભરમાં રહેતા) વેપારીઓને માલ ઉધાર કરતા, કે જે વેપારીઓ તેમના દલાલો (શહેરમાં એજન્ટો) દ્વારા માલ ખરીદતા હતા. ઉત્કર્ષી (અપકાઉન્ટરી) ખરીદનારાઓ પૈસા ને બદલે, સહી કરેલી હૂંડી / સહી કરેલી હુંડીઓ (સહી કરેલા બિલ/સ ઓફ એક્સચેન્જ) હસ્નલીભાઈને આપતા (જુઓ ઝેહરાખાનુ અલીદિનાનો લેખ). જેનો ઉપયોગ વર્કિંગ ક્રેડિટ (કાર્ય કારી આંટ) માટે સ્થાનિક બેન્કોમાં સલામતી (જામીનગીરી / ગીરવે) તરીકે થઈ શકતો હતો. જો ૯૦ દિવસમાં બેન્કને પૈસા ન ચૂકવવામાં આવે તો તે દેવાદારો બેંકને જવાબદાર રહેતા અને નાદાર થઈ શકતા હતા. હસ્નલીભાઈને દારેસલામમાં ઘણા વ્યવસાયિક નિષ્ફળતાના અને સમાધાનોના કિસ્સા યાદ છે.

૧૯૬૦ના દાયકામાં, તેમણે શર્ટ (ખમિસ) અને અન્ય નાના વસ્ત્રો બનાવવાના ઉદ્યોગમાં વિસ્તરણ કર્યું. તે માટે ૧૦ સીવણ મશીનો (સંચા) ખરીદ્યા અને ત્યાર પછી ટેલરિંગ (સીવણકામ) અને કાપવાનું (વેતરકામ) પોતાની જાતે શીખ્યા. તે પછી, કેટલાક સમાન ઉદ્યોગસાહસિક ભાગીદારો સાથે, તેમણે "ટાંગામ્કો" (ટાંન્ગાન્યીકા ગાર્મેન્ટ કો) ની સ્થાપના કરી, કે જે શર્ટો (ખમીસો) સ્થાનિક બજાર માટે બનાવતી. આખરે તેમણે પોતાના શેર (સટ્ટા) ખોટમાં વેચ્યા અને આ જ પ્રકારનું બીજું સાહસ, “કાનવીર શર્ટ્સ” પણ નિષ્ફળ સાબિત થયું. તેઓ તેમ કહે છે કે ક્ષિતિજ પર સમાજવાદ હોવા છતાં, તે સમયે ટાઝાનિયામાં સ્થાનિક ઉદ્યોગિકરણના વિકાસ માટે સરકારની પૂરતી સહાયતા ન હતી.

તે જ સમયે, અને ૧૯૭૧ની ભાવિ સરકારી રાષ્ટ્રીયકરણની મિલકત પૂર્વેના ૧૦ વર્ષ પહેલાં તેઓનો પોતાનો જથ્થાબંધ વ્યવસાય વધતો ગયો, (જુઓ દારેસલામના ખોજાઓનો સંક્ષિપ્ત ઇતિહાસિક લેખ). હસ્નલીભાઈએ એક ખૂબ જ સફળ વ્યવસાયિક સાહસ ચલાવ્યું - એક અશિક્ષિત કાઠિયાવાડના ખેડૂત માટે આ કોઈ નાની સિદ્ધિ નથી.

૧૯૭૪ સુધીમાં, ઘણા ટાન્ઝાનિયન એશિયનો (ખોજાઓ સહિત) યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં હરિયાળી ઘાંસચારાઓમાં જવા લાગ્યા. તેથી, ૪૪ વર્ષની ઉંમરે, તેમણે કુશળ કામદાર વર્ગમાં કપડાના કટર (વેતરનાર) તરીકે કેનેડિયન વિઝા માટે પણ અરજી કરી. તેમને લાગે છે કે તેઓની પસંદગી સ્થાનિક દૂતાવાસો તરફથી ભલામણોના કેટલાક ઉત્તમ પત્રો હોવાને કારણે તેમની પસંદગી કરવામાં આવી હતી. (દૂતાવાસોના કામદારોના ગણવેશ બનાવવા વગેરે ના કારણે)

તેઓ કેલગારી, આલ્બર્ટા સ્થાયી થયા અને તરત જ વ્યક્તિગત પ્રગતિ માટે પગલા ભર્યા. ૧૯૭૬માં, ગાર્મેન્ટ-કટર (વસ્ત્રોના વેતરનારા) તરીકે ટૂંકા ગાળા પછી, તેમણે છૂટક ટી-શર્ટ છાપવાની દુકાન ખરીદી. આલ્બર્ટાની તેજી / મંદી ના દોર, તેલ સંચાલિત અર્થતંત્ર હોવા છતાં. ૧૯૮૮માં કેલગરી વિન્ટર ઓલિમ્પિક્સના રન અપ સહિત, ૨૦ વર્ષ સુધી તેઓએ આ નફાકારક વ્યવસાય સફળતાપૂર્વક ચલાવ્યો.

હંમેશાં ઉદ્યોગસાહસિક, હસ્નલીભાઈ, તેઓના ભાગીદારો સાથે મળીને, બાદમાં ૬૦,૦૦૦થી વધુ મરઘાંઓ સાથે, કેનેડામાં સૌથી મોટી મરઘાં વાડી ખરીદી અને સંચાલન કરતા હતા. ધંધાનો પ્રોજેક્ટ (યોજના) સાસ્કાચેવાન નોર્થ બેટલફોર્ડમાં સ્થિત હતો અને તેમાં એક હોટલ અને દુકાન પણ શામેલ હતી.

પરંતુ તેમની સ્વૈચ્છિક સેવામાં જ હસ્નલીભાઈ વાલજી કાનજીએ તેમના ખરા રંગ બતાવ્યાં છે.

૧૯૯૦માં સક્રિય ધંધામાંથી નિવૃત્ત થયા હોવા છતાં, તેણે ફક્ત તેની આકર્ષક કાર્યવાહીનું ધ્યાન જ બદલી નાખ્યું, કારણ કે ત્યારબાદ તેમણે પોતાના કાઠિયાવાડ વતનની સ્થિતિ સુધારવા માટે મોટો ફાળો આપવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં, સામગ્રી મોકલવામાં, લઇ જવામાં અને શિક્ષણની પહેલ પર દેખરેખ રાખવા, કેનેડામાં આ જીવન હોવા છતાં, ૨,૦૦૦માં, મોટા ભૂકંપ / ધરતીકંપ પછી, તેમણે ખોજા ઇસ્માઇલી જમાતખાના સહિત ઘણાં વ્યક્તિગત ઘરોની મરામતની ચૂકવણી કરી અને તેની દેખરેખ રાખી.

૧૯૯૯માં બીજી એક મોટી યોજનામાં, પેરિસના દાતા જૂથની મદદથી, તેમણે જમીનનો એક વિસ્તાર ખરીદવામાં મદદ કરી, અને ત્યારબાદ જામનગર નજીકના નવાગામ જિલ્લામાં જિવાપુરમાં જ્યુબિલી કલ્ચરલ સ્કૂલ (નિશાળ) માટે ૩૦,૦૦,૦૦૦ રૂપિયાના ખર્ચે શાળાના મકાનો બંધાવ્યા. આ શાળા હાલમાં કાઠિયાવાડ ટ્રસ્ટ નામની સ્થાનિક સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે અને છોકરીઓ અને છોકરાઓ માટે ઉપચારાત્મક શિક્ષણ અને વધારાના અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે.તેઓ શાળાને વાર્ષિક દાન આપે છે અને તેમણે તાજેતરમાં કેનેડિયન ડોલર ૧,૦૦૦ના ખર્ચે વધારાના પાંચ કોમ્પ્યુટરો મોકલ્યા છે.

૨૦૦૨માં, હસ્નલીભાઈ અને તેઓના દાતાઓના જૂથે ખોજા ખેડુતોને બિન-વ્યાજ અને બિન-જામીનગીરી (ગેરંટી) વગરની ઉછીની રક મોં આપી હતી - તેઓ નોંધે છે કે જે લોકોએ ઉછીની રકમોં ચૂકવી હતી તે વધુ ધનિક બન્યા હતા અને અન્ય યોગ્ય ધંધા માટે ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉધાર મેળવવામાં સક્ષમ થયા. જે લોકોએ જ્યારે ઉછીની રકમોં ન ચૂકવી તે લોકો પ્રગતિ કરવામાં નિષ્ફળ ગયા.

૨૦૦૬માં, આ જૂથે મોબાઇલ ડૉક્ટર ની સેવા શરૂ કરી જે છ (૬) વર્ષો સુધી સતત ચાલી હતી - ડૉક્ટરરો જિલ્લાના દર્દીઓની મુલાકાત લેતા, નિદાન અને દવા પા (૧/૪) રૂપિયામાં પ્રદાન કરતા.

૨૦૦૦માં, આ જૂથે, જિલ્લાના જમાતખાના ના નવા સમુદાય ખંડ (હોલ) બનાવવામાં મદદ કરી. ૨૦૦૮માં, તે લોકોઓએ ૬૦૦થી વધુ વડીલોને (વૃધોને) તહેવારના ભોજનમાં પરિવહન કર્યું હતું, જે હવે, આ જૂથ દ્વારા આપવામાં આવતો વાર્ષિક પ્રસંગ છે. ૨૦૦૭માં પણ, તે લોકોઓએ સમગ્ર જિલ્લામાં વિતરણ માટે વસ્ત્રોનું એક કન્ટેઈનર મોકલ્યું હતું.

તાજેતરમાં, તેઓએ (આ જૂથે) ૨૦૦થી વધુ મહિલાઓને કપડા સીવવાની / બનાવવાની, મહેંદી કરવાની કળા અને અન્ય નાના વ્યવસાય કુશળતાની તાલીમ આપી, તેની કમાણી જેનો ઉપયોગ તેઓ તેમના કુટુંબની આવક વધારવા માટે ઇસ્તમાલ / ઉપયોગ કરે છે.

કેરા વડીલ યોજના (કેરા સિનિયર્સ પ્રોજેક્ટ). કેનેડાથી આ પ્રકારની સામુદાયિક સેવા કરવી તે તેમના સ્વાસ્થ્ય માટે પડકારજનક અને મુશ્કેલ છે. પરંતુ હસ્નલીભાઈ કાઠિયાવાડના અતિ ગરીબ લોકોની પરિસ્થિતિ વિશે ખૂબ દુખ અનુભવે છે અને ઈચ્છે છે કે વધુ સફળ થયેલા ખોજાઓ મદદ કરે. તેઓ કહે છે કે "ગરીબોને તેમની પરિસ્થિતિઓ માટે દોષી ઠેરવવા અને બહાના તરીકે ઉપયોગ કરવો તે અપમાનજનક છે - આપણે જે કરવાનું છે તે તો આપણે કરવું જ જોઈએ"

તેમણે પોતાનો ઘણો સમય કાઠિયાવાડમાં વિતાવ્યો છે - તેઓ એક હાથો હાથ કામ કરે તેવા મનુષ્ય છે. અને ત્યાં તેઓ જે સમય અને નાણાં ખર્ચ કરે છે તેનાથી સ્થાનિક લોકો અને પ્રશાસકો,તેમની “કરી શકે તેવા મનુષ્ય છે” એવી ભાવનાની પ્રશંસા કરે છે.

તેઓ શુકર ઉપકારવશતા અનુભવે છે કે તેમની સારી તંદુરસ્તીએ તેમને સેવા આપવા માટે મંજૂરી આપી છે અને લાગે છે કે તેઓએ કૌટુંબિક ખેતરમાં શરૂઆતના વર્ષોમાં તેમના ઘૂંટણ ઉપર જે કામ કર્યું હતું તેનું આ પરિણામ છે.

અમે વડીલ ભાઈશ્રી / ભાઈજાન હસ્નલીભાઈ વાલજી કાનજીને જીવનમાં લાંબા આયુષ્યની અને સેવા કરવાની શુભેચ્છા પાઠવીએ છીએ અને કાઠિયાવાડમાં પોતાના ખોજા લોકોને ભૂલ્યા ન હોવા બદલ તેમનો અમે આભાર માનીયે છીએ.

Translated by: Naren Valabh Kanji VARAMBHIA of London, UK.

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

Gallery

Hassanali Bhai in Kathiawar